ટેબલેટ ખરીદી કૌભાંડઃ આક્ષેપ કરનાર ધાનાણી પુરાવા રજૂ ન કરી શકતાં ઠપકો

Tuesday 10th March 2020 06:01 EDT
 

ગાંધીનગર: કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા અપાતા ટેબલેટ ઓનલાઇન સસ્તા મળતા હોવા છતાં સરકારે ઉંચા ભાવે ખરીદી કરીને રૂ. ૧૬૪ કરોડનું કૌભાંડ કર્યાના આક્ષેપ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિધાનસભા ગૃહમાં પુરાવા રજૂ ન કરી શકતાં અધ્યક્ષ દ્વારા ઠપકો અપાયો હતો. સરકારે પણ ધાનાણી માફી માગે તેવી માગ કરી હતી. જોકે ધાનાણીએ માફી માગી નથી. અગાઉ મુખ્ય પ્રધાન રૂપાણી તરફથી ધાનાણીને પુરાવા રજૂ કરવા સતત ૩ વખત તક અપાઈ છતાં ધાનાણી પુરાવા રજૂ ન કરી શકતાં ધાનાણીને સરકાર તરફથી ગૃહના અધ્યક્ષે ઠપકો આપ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter